2002ના ગોધરા કાંડ મામલે SITની વિશેષ અદાલતનો મહત્ત્વનો ચુકાદો
Live TV
-
વર્ષ 2002ના ગોધરા કાંડ મામલે આજે SIT ની વિશેષ અદાલતે મહત્વનો ચુકાદો આપ્યોહતો. SITના જજ એચ.સી.વોરાએ ગોધરા કાંડ મામલે ચુકાદો આપતા 5 આરોપીઓ પૈકી 2 આરોપીઓ ફારૂક ભાણા અને ઇમરાન ઘાંચીને દોષિત માનતા આજીવન કેદની સજા ફટકારી. જ્યારે અન્ય 3 આરોપી હુસૈન સુલેમાન મોહન, કસમ ભેમેંદી અને ફારૂક ધતીયાને પુરાવાના અભાવે અને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. ગોધરાકાંડ કેસમાં સરકારી વકીલ જે.એમ.પંચાલ અને એન.એમ.પ્રજાપતિએ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને તપાસી 2 આરોપીઓ સામે ગુનો પુરવાર કર્યો છે. આરોપીઓને વધુ માં વધુ સજા કરવાની રજુઆત કરાઈ હતી. આ અગાઉ વર્ષ 2011 માં આ મામલે SIT કોર્ટે, 94 આરોપીઓ સામે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 31 લોકોને દોષી, 11 ને ફાંસી , જ્યારે 20 ને આજીવન કેદની સજા ફટકારવામા આવી હતી