Skip to main content
Settings Settings for Dark

2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન શહેર તરીકે કરાઈ ભલામણ

Live TV

X
    • ગુજરાત માટે ગર્વની ક્ષણ
    • 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન શહેર તરીકે કરાઈ ભલામણ
    • અમદાવાદને હવે સંપૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ

     

    2030 કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની ભલામણ કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે આ જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતમાં રમતગમતને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ખાસ કરીને ખેલો ઇન્ડિયા પહેલ દ્વારા આ ભલામણ હવે આવતા મહિને કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં રજૂ કરવામાં આવશે. 

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સિદ્ધિનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને આપ્યો અને દેશને અભિનંદન આપ્યા છે. અમિત શાહે સોશિયલ મીડિયાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતે વિશ્વ કક્ષાની રમતગમત સુવિધાઓ અને રમતવીરોનો વિકાસ કરીને આ સન્માન મેળવ્યું છે. રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ હશે. મુખ્યમંત્રીએ આ ભલામણ માટે પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply