21 મી સદીમાં પણ 20 સદીના સમયમાં જીવતું હોય, તેવું તાપી જિલ્લાનું છેવાડામાં આવેલું ગામ
Live TV
-
સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ ની વસ્તી આશરે બસો લોકોની આસપાસ છે
ગુજરાત અને મહારાષ્ટ્ર ની હદ ને અડીના આવેલ તાપી જિલ્લાના એવા ઘણા ગામો છે, જે આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. તેના અંતર્ગત બોર્ડર વિલેજ ગામ એટલે સોનગઢ તાલુકામા એકવાગોલણ ગામ આવેલું છે. આ ગામ પહાડોની વચ્ચે આવેલું છે.
આ તાપી જિલ્લાનું સૌથી ઓછી વસ્તી ધરાવતું ગામ છે. જેથી તેનો સમાવેશ કદાચ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં કરાયો હશે. પરંતુ સમસ્યા એ છે કે આ ગામ તેની ગ્રામ પંચાયત મેઢા ગામથી આશરે 35 કિલોમીટર દૂર છે. એટલે મેઢા ગ્રામ પંચાયતનું એકવાગોલણ ગામવાસીઓને કોઈપણ કામ હોય તો મહારાષ્ટ્ર થઈ બાર જેટલા ગામો માંથી પસાર થઈને જવું પડે છે. જેથી તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ ની વસ્તી આશરે બસો લોકોની આસપાસ છે. અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે. પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતો વેઠવાનો વારો આવ્યો છે.
ખેતી પશુપાલન પર સંપૂર્ણ નિર્ભર એવા એકવાગોલણ ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. જે આજેપણ ઘણી પાયાની સુવિધાઓથી વંચિત છે, આરોગ્ય, રેશનિંગનું અનાજ, બસની અસુવિધા, મોબાઈલ ટાવરની અસુવિધા, ખેતી માટે વીજળી, રસ્તા જેવી સમસ્યાઓ થી ઝઝૂમતા આ ગામ માં નથી કોઈ રાજકીય નેતા ફરકતું કે નથી કોઈ અધિકારી, આઝાદી કાળથી વિવિધ સમસ્યાઓનો સામનો કરતા ગુજરાતના આ ગામને ગતિશીલ ગુજરાત કહેનાર રાજકારણીઓ આ ગામને પડખે ક્યારે આવશે તે જોવું રહ્યું..