24 કલાકમાં રાજ્યમાં નવા 1120 કેસ નોંધાયા, તો સુરત જિલ્લામાં નવા 228 કેસ
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના 1120 કેસ નોંધાયા છે, તો 959 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, તો 24 કલાકમાં નવા 20 દર્દીઓના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં નવા 228 કેસ નોંધાયા છે, તો અમદાવાદ જિલ્લામાં નવા 164 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં નવા 108 કેસ નોંધાયા છે.
આજે કુલ 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.06 ટકા થયો છે. રાજ્યમાં નવા 1120 કેસની સાથે કુલ કેસોની સંખ્યા 78,783 પર પહોંચી છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14,500 છે, જેમાંથી વેન્ટિલેટર પર 82 અને 14418 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 61,496 લોકો ડિસ્ચાર્જ થયા છે. નવા 20 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 2787 પર પહોંચ્યો છે.
