25 જુલાઈએ કેમ્પ શાહીબાગ ખાતે પૂર્વ સૈનિકો માટે યોજાશે જોબ ફેર
Live TV
-
આગામી 25 જુલાઈ 2025ના રોજ ડિરેક્ટર જનરલ ઓફ રિસેટલેમેન્ટ, નવી દિલ્લી તરફથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો માટે જોબ ફેરનું આયોજન કેમ્પ હનુમાન, અમદાવાદ કેન્ટોનમેન્ટ, શાહીબાગ, અમદાવાદ ખાતે સવારે 7:00 કલાકથી કરવામાં આવનાર છે.
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતા ઇચ્છુક પૂર્વ-સૈનિકોને આ જોબ ફેર (રોજગાર મેળા) માટે તારીખ 25/07/2025 ને શુક્રવારના રોજ સવારે 07:00 વાગ્યાથી અમદાવાદ કેન્ટોન્ટમેટ હનુમાન કેમ્પ, અમદાવાદ મુકામે અસલ સૈનિકનું ઓળખપત્ર અને બાયો ડેટા (રીજ્યુમ)ની 05 કોપી સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.
આ જોબ ફેર (રોજગાર મેળા) માટે ઇચ્છુક પૂર્વ-સૈનિકો પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન www.esmhire.com વેબસાઈટ પર કરાવી શકશે, તેવું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
