5 ડિસેમ્બરથી 31 માર્ચ 2025 દરમિયાન યોજાશે ખેલ મહાકુંભ 3.0
Live TV
-
આગામી 5 ડિસેમ્બરથી 31 માર્ચ 2025 દરમિયાન યોજાશે ખેલ મહાકુંભ 3.0. રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું કે ખેલ મહાકુંભ-3.0 અંતર્ગત 39 રમતો, 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ, અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન કરાશે. વર્ષ–2010થી શરૂ થયેલા ખેલ મહાકુંભમાં આ વર્ષે 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન, ખેલ મહાકુંભ-3.0માં કરવામાં આવેલ નવા ફેરફારો, વિજેતા ખેલાડીઓને પુરસ્કાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટેનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ જેવી નવી બાબતો આ વર્ષે ખેલ મહાકુંભમાં સમાવેશ કરાઈ છે. આ ખેલ મહાકુંભ 7 વિભન્ન વયજુથ ધરાવતા ગ્રુપોમાં યોજવામાં આવશે. જેમાં અંડર-9, 11, 14, 17, ઓપન કેટેગરી, 40 વર્ષથી વધુ તેમજ 60 વર્ષથી વધુ વયજુથ ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે.ખેલ મહાકુંભ-3.0માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ 5થી 25 ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ 4 અથવા 5 જાન્યુઆરી-2025ના રોજ યોજાશે. શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની રમતોમાં એથલેટીક્સ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતો 1થી 3 જાન્યુઆરી-2025ના સુધી યોજાશે, તાલુકાકક્ષાએ 7 રમતો એથ્લેટીક્સ, ચેસ, યોગાસન, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન 6થી 12 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે.
જિલ્લા કક્ષાએ આર્ચરી, આર્ટીસ્ટીક સ્કેટીંગ, એથ્લેટીક્સ, બેડમિન્ટન, ચેસ, જુડો, કરાટે, લોન-ટેનીસ, સ્કેટીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, રગ્બી, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન 15થી 31 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે.
ઝોન કક્ષાની રમતોમાં બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન 1થી 13 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. રાજ્યકક્ષાએ રમતોનું આયોજન 2 ફેઝમાં કરવામાં આવશે. જેમાં ફેઝ-1 15થી 24 ફેબ્રુઆરી 2025 અને ફેઝ-2- 15થી 31 માર્ચ 2025 સુધી યોજવામાં આવશે. જેમાં ફેઝ -1 અને ફેઝ-2ની રમતોમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોકસીંગ, ચેસ, સાયકલીંગ, ફેન્સીંગ, જીમ્નાસ્ટીક, ઘોડેસવારી, જુડો, કરાટે, લોન ટેનીસ, મલખંભ, શુટીંગ, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ કલાઈમ્બીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વુડબોલ, વેઇટ લીફ્ટીંગ, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, રોલબોલ, રગ્બી, શુટીંગબોલ, સેપક ટકરાવ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.
આ વર્ષે સ્પે. ખેલ મહાકુંભ-3.0માં શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે, માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ જેવી રમતોનો સમાવેશ થાય છે, અંધજન ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, બહેરામુંગા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ તેમજ સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.
