52,000 મેટ્રિક ટન સ્ટોરેજ ક્ષમતા ધરાવતો નવો હોટ મિક્સ પ્લાન્ટ અમદાવાદના રસ્તા માટે ગેમચેન્જર
Live TV
-
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં અતિ વરસાદને પગલે રસ્તાઓને નુકસાન થયું છે.
ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા અમદાવાદ મહાનગરપાલિકા સતત કાર્યશીલ રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપળજ ખાતે સંચાલિત અદ્યતન હોટમિક્સ પ્લાન્ટ એક એવી જગ્યા છે,જ્યાં શહેરના દરેક રસ્તાની તૈયારીની પાછળની મહેનત છુપાયેલી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં શહેરના રસ્તાઓના સતત નિરીક્ષણ અને ત્વરિત સમારકામને એક ચોક્કસ દિશા આપવામાં આવી છે. શહેરી જનોની સમસ્યાઓ ઓછી થાય અને જન સુખાકારી વધે તે દિશામાં અમદાવાદ મહાન નગરપાલિકા કટિબધ છે.અમદાવાદ મહાનગરપાલિકાનો હોટ મિક્સ પ્લાન રસ્તાઓના ત્વરિત સમારકામ માટે ગેમ ચેન્જર પુરવાર થયો છે. આ પ્લાન્ટમાં અદ્યતન બેચ મિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાથી તેનું ઉત્પાદન ખૂબ જ પ્રમાણભૂત અને ટકાઉ હોય છે.આ પ્લાન્ટ થકી દરરોજ હજારો ટન મિશ્રણ તૈયાર થાય છે,જે શહેરના વિવિધ વિસ્તારોના માર્ગ મરામત અને નવીન નિર્માણ કાર્ય માટે મોકલવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્લાન્ટની ટેકનિકલ વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી સિટી એન્જિનિયર મૌલિક વ્યાસે કહ્યું કે, ચોમાસાની ઋતુ દરમ્યાન પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા તેઓનાં હોટમિક્સ પ્લાન્ટ કાર્યાન્વીત ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડનાં પેચવર્કની કામગીરી થઈ શકતી ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપળજ ખાતે 180 TPHનો ગેસ સંચાલિત બેચ મીક્ષ ટાઇપ અદ્યતન હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આ પ્લાન્ટ ઈન્ડસ્ટિયલ પી.એન.જી.ગેસ આધારિત કાર્યાન્વીત છે, જેના કારણે વાતાવરણમાં પ્રદુષણ ઓછુ થાય છે.
મૌલિક વ્યાસે વધુમાં ઉમેર્યું કે, આ પ્લાન્ટમાં જુદા-જુદા મટિરિયલ જેમ કે, એગ્રીગેટ અને ડામરની ગુણવતા સહિતના અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવે છે.આ પ્લાન્ટમાં ચોમાસાની ઋતુ દરમ્યાન હોટમિક્સ મટિરિયલનું સારી રીતે પ્રોડકશન થઇ શકે તે માટે 10,000 મેટ્રિક ટન ડાય મટિરિયલની સગ્રહ ક્ષમતા વાળો શેડ બનાવવામાં આવ્યો છે. હાલમાં હોટમિક્સ મટિરિયલ સપ્લાય કરવા માટે પ્લાન્ટમાં આશરે 52,000 મેટ્રિક ટન જેટલો રો- મટિરિયલનો જથ્થો ઉપલબ્ધ છે. ડામરનાં સ્ટોરેજ માટે 100 ટન ક્ષમતાની ત્રણ ટેન્ક ઉપલબ્ધ છે અને તૈયાર હોટમિક્સ પ્લાન્ટ મટિરિયલનાં સ્ટોરેજ માટે 100 ટન કેપેસીટીનો સાઇલો ઉપલબ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 30 જૂન 2025 થી આજદીન સુધીમાં કુલ 8092.900 મેટ્રિક ટન હોટમિક્સ પ્લાન્ટ મટિરિયલનું પ્રોડકશન કરવામાં આવ્યું છે,જેમાં પ્રતિદીન 600 મેટ્રિક ટન જેટલુ હોટમિક્સ પ્લાન્ટ મટિરિયલનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જુદા-જુદા સાત ઝોનમાં સપ્લાય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતા ઈજનેરી કામમાં ગુણવત્તાની ચકાસણી માટે આ પ્લાન્ટમાં 2.74 કરોડના ખર્ચે અદ્યતન લેબોરેટરી પણ ટૂંક સમયમાં કાર્યાન્વીત થશે. આ સિવાય વાતારણમાં થતા પ્રદુષણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મિશન મિલિયન ટ્રી કેમ્પેઇન અંતર્ગત પ્લાન્ટ એરીયામાં આશરે 800 જેટલા ઝાડ ઉગાડવામાં આવ્યા છે.
આમ, આ પ્લાન્ટના થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝડપથી શહેરી રસ્તાઓની મરામત કરી શકે છે, ખાસ કરીને વરસાદી મોસમમાં જ્યારે ખાડા સામાન્ય થઇ જાય છે. અહીંથી તૈયાર થતું હોટ મિક્સ માત્ર મટિરિયલ નથી એ AMCની પ્રમાણભૂત કામગીરી, યોજનાત્મક વ્યવસ્થાપન અને શહેરી વિકાસ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
હોટમિક્સ પ્લાન્ટ એ એવી પ્રોસેસિંગ ફેક્ટરી છે, જ્યાં પથ્થર, રેતી, ફીલર અને બિટુમિનને ચોક્કસ તાપમાને ગરમ કરીને મિક્સ કરવામાં આવે છે, જેને આપણે "હોટ મિક્સ અસ્ફાલ્ટ" કહીએ છીએ. આ મિશ્રણનો ઉપયોગ રોડ બનાવવા અને રીપેર કરવા માટે થાય છે. જે ગુણવત્તાવાળું અને ટકાઉ માર્ગ બનાવવા માટે અત્યંત આવશ્યક છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા પીપળજ ખાતે અત્યાધુનિક હોટ મિક્સ પ્લાન્ટ જે કાર્યરત છે એ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે. આ પ્લાન્ટમાં એક કંટ્રોલ કેબિન તૈયાર કરવામાં આવી છે, જ્યાં સંપૂર્ણ ડેટા એકવાર નાખ્યા બાદની તમામ પ્રોસેસ સંપૂર્ણ ઓટોમેટેડ થાય છે. આમ આ આખો પ્લાન્ટ બેચ મિક્સ ટાઈપ હોટ મિક્સ મટિરિયલનો છે, જે સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને તેમાં SCADA સિસ્ટમ વિકસાવવામાં આવેલી છે.
સૌપ્રથમ ડ્રાય મટિરિયલને લોડર દ્વારા અલગ અલગ ચાર બિનમાં નાખવામાં આવે છે. ડિઝાઇન મુજબ કન્વેયર બેલ્ટ દ્વારા એગ્રીગેટ અને બીટુમીન અલગથી પ્લાન્ટમાં જાય છે. આ મટિરિયલ 170 થી 175 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મિક્સ થાય છે અને ત્યાંથી ડમ્પરમાં આવે છે. ત્યારબાદ આ મટિરિયલને સંબંધિત ઝોન અને વોર્ડમાં સપ્લાય કરવામાં આવે છે.
