AMC અમદાવાદની 25 લાખ મિલકતો પર QR કોડ લગાવશે, સ્કેન કરીને કરી શકાશે ફરિયાદ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં શહેરમાં આવેલી અંદાજે 25 લાખથી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો ઉપર QR Code લગાવવામાં આવશે. મ્યુનિસિપલ અને તેના વિભાગો તેમજ મિલકત માલિક જ QR Code સ્કેન કરી શકશે. આનાથી મ્યુનિસિપાલટીની ટેક્સની આવક પણ વધશે. આ અંગેની માહિતી AMCના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, તમામ મિલકતોનું જીઆઈએસ આધારિત મેપિંગ હાથ ધરાશે. કોડ સ્કેન કરીને લોકો AMCને કોઈપણ પ્રકારની ફરિયાદ પણ કરી શકશે.
સૌથી ખાસ વાત એ છે કે, ક્યુઆક કોડ માટે ટેનામેન્ટ નંબરને આધારે તૈયાર થશે અને તે મોબાઈલ આધારિત રહેશે. એકવાર ક્યુઆર કોડ સિસ્ટમ ટેક્સ બિલની વિગતો પણ મોબાઈલ પર મળી રહેશે. આ સાથે પ્રોફેશનલની ટેક્સની વિગત પણ મોકલવામાં આવશે. તદુપરાંત, GIS મેપિંગના લીધે કોઈપણ જગ્યાએ ગેરકાયદે બાંધકામ થતું હશે તો તેને પણ પકડી પાડવામાં આવશે અને સંબંધિત વિભગાને જાણ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે,
નોંધનીય છે કે, વારાણસીમાં દરેક ઘર પર આવા QR કોડ લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટના ધ્યાનમાં રાખીને આ પ્રકારનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં અમદાવાદમાં શરૂ કરવામાં આવશે. પ્રત્યેક મિલકત માટે અલગથી કોડ તૈયાર કરવામાં આવશે. ડ્રોનથી મિલકતનું GIS મેપિંગ કર્યા બાદ ટેક્સ બિલને આધારે દરેક મિલકત પર અલગથી ક્યુઆર કોડ જનરેટ કરાશે. આ કામગીરી થતી કોમર્શિયલ બિલ્ડિંગમાં લાઈસન્સ છે કે નહીં તે અંગેની પણ જાણ થઈ જશે.