Skip to main content
Settings Settings for Dark

CM ભૂપેન્દ્ર પટેલે વિસાવદરમાં 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદરની મુલાકાત લઇને માર્કેટીંગ યાર્ડ ખાતેથી 94 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં વંથલીનું બીજ નિગમનું ગોડાઉન, જૂનાગઢનું બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ, જૂનાગઢની નવી આઇટીઆઇ, સબ રજીસ્ટ્રાર કચેરી, સીટી સર્વે કચેરી, માળીયા હાટીના મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને 57.13 કરોડના વિકાસ કામનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

    કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, દેવાભાઈ માલમ, અરવિંદ લાડાણી, ભગવાનજીભાઈ કરગટીયા, જીલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જીલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા, જીલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply