GCCI અને સિલોન ચેમ્બર ઑફ કોમર્સ વચ્ચે MoU પર હસ્તાક્ષર
Live TV
-
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગુરુવાર, 13 નવેમ્બર, 2025 ના રોજ શ્રીલંકાના પ્રતિનિધિમંડળ સાથે એક ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ GCCI અને સિલોન ચેમ્બર ઓફ કોમર્સ (CCC)વચ્ચે સમજૂતી કરાર (MoU)પર હસ્તાક્ષર હતું.
દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવું, વ્યાપારિક સહયોગને સરળ બનાવવો અને ભારત-શ્રીલંકાના આર્થિક સંબંધોને મજબૂત બનાવવા.વેબિનાર્સ, વર્ચ્યુઅલ B2B મીટિંગ્સ, કોન્ફરન્સ અને હિસ્સેદારો સાથેની ચર્ચા જેવા કાર્યક્રમોનું આયોજન કરવું. આ કરારથી વાણિજ્યિક આદાનપ્રદાન માટે નવા માર્ગો ખૂલશે.ઉપસ્થિત મહાનુભાવો: GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયર, ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર મહિષીની કોલોને, મંત્રી કાઉન્સેલર (વાણિજ્ય) લક્ષ્મેન્દ્ર ગેશન દિસાનાયકે, અને ગુજરાતમાં શ્રીલંકાના માનદ કોન્સુલ રાકેશ શાહ મુખ્યત્વે હાજર રહ્યા હતા.
તેમણે GCCIની B2B સંપર્ક બનાવવાની ભૂમિકા પર ભાર મૂક્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વાર્તાલાપથી ગુજરાત અને શ્રીલંકા વચ્ચે B2B તકોનો ઉપયોગ થશે.તેમણે ગુજરાત અને શ્રીલંકા વચ્ચેની સાંસ્કૃતિક સમાનતાઓ અને મુન્દ્રા તથા કોલંબો બંદરોના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ગુજરાત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો મજબૂત કરવાની અગત્યતા જણાવી અને આગામી મહિનાઓમાં સકારાત્મક B2B પરિણામો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરી.
તેમણે શ્રીલંકાના આર્થિક દ્રષ્ટિકોણ, મજબૂત GDP વૃદ્ધિ, ઘટતો ફુગાવો અને વેપાર-રોકાણની તકો પર માહિતી આપી.GCCI નું ડેલિગેશન આગામી 2 અને 3 ડિસેમ્બર, 2025 ના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનાર "શ્રીલંકા અર્થતંત્ર અને રોકાણ સમિટ" માં ભાગ લેશે.રાકેશ શાહે જણાવ્યું કે આ સમિટ ગુજરાતના બંદર ઉદ્યોગ, લોજિસ્ટિક્સ, કૃષિ, ઇલેક્ટ્રોનિક્સ, IT અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રો માટે B2B તકો પૂરી પાડશે.શ્રીલંકા દ્વારા FACETS શ્રીલંકા ઇન્ટરનેશનલ જેમ્સ અને જ્વેલરી શો (3-5 જાન્યુઆરી 2026) અને શ્રીલંકા એક્સ્પો 2026 (18-21 જૂન 2026) જેવા અન્ય કાર્યક્રમો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
