Skip to main content
Settings Settings for Dark

GCRI દ્વારા બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ સંદર્ભે "લોક દરબાર" નું આયોજન

Live TV

X
  • સિવિલ મેડિસીટીની GCRI ખાતે 19 ઓક્ટોબરે બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ સંદર્ભે "લોક દરબાર" નું આયોજન કરવામાં આવશે. બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓના પ્રશ્નો તેમજ મૂંઝવણો અંગેના જવાબ આપવામાં આવશે.

    વર્ષ 1985થી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ઉપલક્ષમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે. જેના ભાગરૂપે 19 ઓક્ટોબરના રોજ GCRI ખાતે લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓની ચિંતા ,મૂંઝવણો અને તેમના પ્રશ્નોના જવાબ નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવશે. વર્ષ 2022માં વિશ્વભરમાં બ્રેસ્ટ કેન્સરના 22,96,840 કેસ નોંધાયા હતા. ભારતમાં 2,16,108 અને ગુજરાતમાં 11,209 કેસ નોંધાયા હતા.

    સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં કેન્સરના નિદાન માટે રાજ્ય સરકાર તથા ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે સંજીવની રથ સ્ક્રિનિંગ વાન શરૂ કરવામાં આવી છે અને આ રથ સમગ્ર ગુજરાતમાં રાજ્યની ગરીબ મધ્યમ અને કોઈ પણ વર્ગની જનતાના સરળતાથી અને વિનામૂલ્ય કેન્સરના નિદાન માટે વિવિધ સ્થળોએ જાય છે. સરકાર દ્વારા બ્રેસ્ટ કેન્સરના ઈલાજ માટે પીડિતો માટે GCRI ઇન્સ્ટિટયૂટમાં સ્પેશિયલ ઓપીડી ચાલુ કરવામાં આવી છે. અને આ ઓપીડીમાં દરરોજના 60-70 લાભાર્થીઓ રજીસ્ટર થાય છે અને કેન્સર સ્ક્રિનિંગનું નિશુલ્ક દર્દીઓને લાભ આપવામાં આવે છે.

    સંજીવની સ્ક્રિનિંગ વાન વિશે વાત કરતા ડૉ શશાંક પંડ્યાએ જણાવ્યું કે, ભારતમાં આધુનિક ટેકનોલોજીથી સજ મશીનો તથા સંસ્થાના અનુભવી ડોક્ટરો દ્વારા સ્ત્રી તથા પુરુષ વર્ગમાં થતા કેન્સરની તપાસ કરવામાં આવે છે. જેમ કે સ્તન કેન્સર માટે મેમોગ્રાફી ગર્ભાશયના મુખ માટે  ટેસ્ટ તથા મોઢાના કેન્સર માટે મોઢાની કેન્સર નિષ્ણાંત તબિયત દ્વારા તપાસ કરવામાં આવે છે અને તપાસ દરમિયાન વ્યક્તિમાં કેન્સરના લક્ષણો જોવા મળેતો  તેને અમદાવાદની ગુજરાત કેન્સર અને રિઝલ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર અર્થે મોકલવામાં આવે છે. 
    છેલ્લા દાયકામાં લોકોમાં કેન્સર અંગેની જાગૃતિમાં  પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે દર્દીઓ કેન્સર નિષ્ણાંત સંસ્થામાં સારવાર લેવા જઈ રહ્યા છે તે આપણા બધા માટે ખૂબ જ સારી બાબત છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply