Skip to main content
Settings Settings for Dark

GNLU ખાતે રાજ્યપાલ દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને કામધેનુ યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારંભ યોજાશે

Live TV

X
  • કામધેનુ યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારંભ આવતીકાલે તા. 05 માર્ચ 2024 ના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાશે. 

    આ પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના 587 વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના 154 વિદ્યાર્થીઓને અને પીએચ.ડી.ના 44 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત 19 વિદ્યાર્થીઓને 42 મેડલ અને 22 વિદ્યાર્થીનીઓને 59 મેડલ એમ કુલ મળી 41 વિધાર્થીઓને 101 મેડલ આપવામાં આવશે.  

    આ સમારંભમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એ. કે. શ્રીવાસ્તવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply