GSB તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૧૦૦ ટકા પેનલ્ટી માફી સમયમર્યાદા વધારીને ૭મી જાન્યુઆરી ર૦ર૩ કરવામાં આવી
Live TV
-
ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં ૧૦૦ ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા વધારીને ૭મી જાન્યુઆરી ર૦ર૩ કરવામાં આવી છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જૂની યોજનાઓમાં અગાઉ તારીખ ૧૩ જુલાઈ, ર૦રરથી ૯૦ દિવસ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફીનો ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહન વળતર યોજના અંતર્ગત’’ કરેલી જાહેરાતનો લાભ ૧0 હજાર, પ૮૩ લાભાર્થીઓએ લીધો હતો. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજનાની મુદત તારીખ ૭ જાન્યુઆરી, ર૦ર૩ સુધી લંબાવી આપી છે.
આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલના ગુજરાત રાજ્યમાં આવેલ જૂની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવાઆવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આના પરિણામે નાગરિકોને નવા આવાસોની પ્રાપ્તિ કરવામાં સરળતા રહેશે.
