Skip to main content
Settings Settings for Dark

GST સુધારા માટે CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીનો માન્યો આભાર

Live TV

X
  • દિલ્હીમાં યોજાયેલી 56મી GST કાઉન્સિલ બેઠકમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે

    સામાન્ય નાગરિકોના હિતમાં અનેક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના વેરાના દરોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં આપેલું Next Gen GST નું વચન થોડા જ દિવસમાં પૂરું કર્યું છે, જેનાથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો અને નાના વેપારીઓને રાહત મળશે.

    નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વેરાના દરમાં ઘટાડાથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં સુધારો થશે અને સામાજિક સુરક્ષામાં વધારો થશે.
    તેમણે વિગતો આપતા જણાવ્યું કે –

    • ખેતી માટેના ટ્રેકટર, ખાતર અને સાધનો પરનો દર 12–18%માંથી ઘટાડી 5% કરવામાં આવ્યો છે.

    • ખાદ્ય પદાર્થો જેમ કે પરાઠા, ખાખરા, પનીર, પિઝા બ્રેડને વેરા મુક્તિ આપવામાં આવી છે.

    • કેક, પેસ્ટ્રી, ચોકલેટ, ડાયાબિટીક ફૂડ, સોયા મિલ્ક સહિતના પદાર્થો પરનો દર 18%માંથી 5% થયો છે.

    • ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ, સાબુ જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર GST માત્ર 5% રહેશે.

    • ટીવી, ફ્રિજ, એ.સી., વોશિંગ મશીન જેવા એપ્લાયન્સિસ પરનો દર 28%માંથી ઘટાડી 18% થયો છે.

    • મેડીક્લેમ, જીવન વીમા પ્રિમિયમ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ પર વેરા મુક્તિ.

    • સર્જીકલ આઇટમ, ગ્લુકોમીટર, મેડિકલ ઓક્સિજન પર GST માત્ર 5%.

    • સ્ટેશનરી વસ્તુઓ, હેન્ડીક્રાફ્ટ પર પણ વેરાનો દર ઘટાડાયો છે.

    • નાના એન્જિન ક્ષમતા ધરાવતી ગાડીઓ પર GST દર 28%માંથી 18% કરવામાં આવ્યો છે.

    રીન્યુએબલ એનર્જી સાધનો પરનો દર પણ 12%માંથી ઘટાડી 5% કરાયો છે, જે ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.

    આ સુધારાઓથી વસ્તુઓનો ઉપભોગ વધશે, Ease of Doing Business ને વેગ મળશે, કોમ્પ્લાયન્સ ખર્ચ ઘટશે અને રીફંડ પ્રક્રિયા ઝડપી બનશે.

    આમ, GST સુધારા સામાન્ય નાગરિકથી લઈને ખેડૂતો, નાના ઉદ્યોગકારો અને ઉદ્યોગસાહસિકો સુધી સૌના હિતમાં સાબિત થશે. આ સાથે “ગતિમાન ગુજરાત, ગતિમાન ભારત” અને “વિકસીત ભારત 2047”ના સપનાને વેગ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply