Skip to main content
Settings Settings for Dark

HIV-AIDS ક્રોનિક મેનેજેબલ ડિસિઝ : નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ

Live TV

X
  • સરકારી હોસ્પિટલોમાં 48 ART (Antiretroviral therapy) સેન્ટર અને 59 લીંક ART સેન્ટર ખાતે HIV પોઝિટિવ લોકોને વિનામૂલ્યે દવાઓ અને સારવાર ઉપલબ્ધ

    વિશ્વના તમામ લોકોમાં HIV-AIDS વિશે જાગૃતિ આવે તે હેતુસર “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન”- WHO and UNAIDS દ્વારા દર વર્ષે 1 લી ડિસેમ્બરના રોજ “વિશ્વ એઇડ્સ દિવસ” મનાવવામાં આવે છે. આ વર્ષે NACO દ્વારા “Take the rights path” થીમ પર “વિશ્વ એઇડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. 

    રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે 261 આઇ.સી.ટી.સી. સેન્ટરો અને 2400 સ્ક્રિનીંગ સેન્ટરો તથા ૩ મોબાઇલ વાનમાં HIV તપાસની મફત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

    રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે 60સેન્ટરોમાં જાતીય રોગની તપાસ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 48 એ.આર.ટી. સેન્ટરો અને ૫૯ લીંક એ.આર.ટી. સેન્ટરો ખાતે HIV પોઝિટિવ લોકોને મફત દવા આપવામાં આવે છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અંતગર્ત દરેક સરકારી હોસ્પિટલોમાં HIVની તપાસ અને સારવારની મફત સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિની તપાસ અને સારવારની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવે છે.

    વિશ્વમાં HIVનો પ્રથમ કેસ વર્ષ 1981માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. HIVનો પ્રથમ કેસ વર્ષ 1986માં ભારતના ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો. વર્ષ 1987માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા HIV-AIDS પર વૈશ્વિક સ્તરનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. વિશ્વમાં અંદાજિત 3.99 કરોડ, ભારતમાં અંદાજિત 25.44 લાખ તથા ગુજરાતમાં અંદાજિત 1.20 લાખ લોકો HIVના સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.

    આજના આધુનિક યુગમાં HIV ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક HIV પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઇને અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે. 15 થી 49 વર્ષના વ્યક્તિઓમાં ભારતનો HIV એડલ્ટ પ્રિવેલન્સ રેટ 0.20 ટકા તથા ગુજરાતનો 0.19 ટકા છે.

    “ધી એચ.આઇ.વી.-એઇડ્સ (પ્રિવેન્સન એન્ડ કંટ્રોલ) એક્ટ 2017”નું અમલીકરણ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યના આરોગ્ય ખાતાના છ રીજનલ ડેપ્યુટી ડાયરેક્ટરશ્રીઓની ઓમ્બુડસમેન્ટ તરીકે નિમણુંક પણ કરવામાં આવી છે. આ અધિકારીઓ દ્વારા HIV પોઝિટિવ લોકો અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે થયેલા કલંક અને ભેદભાવોની ફરીયાદોનું સુખદ નિવારણ કરવામાં આવે છે.

    HIV-AIDSનું સંક્રમણ થવાના મુખ્ય કારણો

    HIV-AIDSનું સંક્રમણ થવાના મુખ્ય ચાર કારણો છે, જેમાં અસુરક્ષિત યૌન સંબંધ (નિરોધ વિના જાતીય સંબંધ), 
    - તપાસ કરવામાં આવ્યું ન હોય તેવું અસુરક્ષિત રક્ત ચડાવવાથી
    - અસુરક્ષિત સોય-સીરીંજનો ઉપયોગ કરવાથી તથા 
    - HIV સંક્રમિત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળક.
    - HIV-AIDS એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી, એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી, સાથે બેસીને ભોજન લેવાથી, એકબીજાના કપડા પહેરવાથી, મચ્છર કરડવાથી, એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી

    HIV-AIDSનું સંક્રમણ અટકાવવા માટેના પગલા

    -ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા HIV-AIDSની અટકાયત, સારવાર અને સહયોગની વિવિધ કામગીરી કરવામાં આવે છે. 
    -ગુજરાતમાં 105 એન.જી.ઓ. અને 2 ઓ.એસ.ટી. કેન્દ્રો-ઓપીયાડ સબસ્ટીટ્યુટ સેન્ટર દ્વારા HIVની અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 
    -જે અંતર્ગત HIVના સંક્રમણ લાગવાના હાઇ રિસ્ક ધરાવતા લોકો જેવા કે સમલૈંગિક, દેહ વિક્રય કરતી બહેનો, સ્થળાંતરીત મજૂરો, ટ્રક ડ્રાઇવરો તથા સોય-સીરીંજ દ્વારા ડ્રગ્સનું સેવન કરતા લોકોની જાગૃતિ, તપાસ અને સારવાર કરાવવામાં આવે છે. 

    “વિશ્વ એઇડ્સ દિવસ” પર લોક જાગૃતિ માટે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન-NACO તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ગુજરાત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી-GSACS હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રેલી, નાટકો, તાલીમો, ચિત્ર-પોસ્ટર-રંગોલી-ક્વિઝ-નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ દ્વારા શાળાઓ, કોલેજો અને જાહેર લોકો માટે એઇડ્સ વિશે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સમાચાર પત્રોમાં જાહેરાત, જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ, બસ, રીક્ષા, ટ્રેન, એલ.ઇ.ડી. સ્ક્રીન, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવા સ્થળોએ જાહેરાતો દ્વારા લોક જાગૃતિના કાર્યો કરવામાં આવે છે. 

    HIV-AIDSને નાબુદ કરવો એ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે તે સુત્રને અપનાવીને દરેક સરકારી-અર્ધ સરકારી વિભાગો, ખાનગી કંપનીઓ, એન.જી.ઓ., સરકારી અને ખાનગી હોસ્પિટલો, શાળાઓ અને કોલેજો દ્વારા સ્થાનિક કક્ષાએ કાર્યક્રમો રાખીને સમગ્ર ડિસેમ્બર મહિના દરમિયાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા ‘HIV સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીએ’ તથા ‘HIV અને AIDS ને નિયંત્રણમાં રાખવો એ દરેક વ્યક્તિની સહિયારી જવાબદારી છે’ જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોમાં એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે, તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદીમાં જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-12-2024 Max Temp : °C Min Temp : °C
apply