ICG ALH MK-III હેલિકોપ્ટર CG 859 પોરબંદર એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત,3 જવાનો શહીદ
Live TV
-
પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર આજે બપોરે લગભગ 2 વાગ્યે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ICG હેલિકોપ્ટરમાં 2 પાઇલોટ અને 1 અન્ય વ્યક્તિ હતા. આ ઘટના સમયે એર ક્રૂ ડાઇવર અને નિયમિત ટ્રેનિંગ સોર્ટી પર હતા. આ ત્રણ વ્યક્તિઓને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટનાના કારણોની તપાસ બોર્ડ ઓફ ઇન્ક્વાયરી દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં મૃતક એવા કમાન્ડન્ટ (જેજી) સૌરભ, ટીએમ, ડેપ્યુટી કમાન્ડન્ટ એસ કે યાદવ અને મનોજ પ્રધાન નાવિકના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અમે ભારતીય કોસ્ટ ગાર્ડના ત્રણ બહાદુર આત્માઓને સલામ કરીએ છીએ જેમણે શહીદ થઈ રાષ્ટ્રની સેવામાં તેમનું જીવન અર્પણ કર્યું છે.