Skip to main content
Settings Settings for Dark

LCBએ બકરા ચોરીનો ભેદ ઉકેલ્યો

Live TV

X
  • સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બકરા ચોરીના એક અનડિટેક્ટેડ ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે.  ચોરી થયેલા 6 બકરા અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી XUV 500 ગાડી પણ LCBએ જપ્ત કરી છે.

    જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં મિલકત સંબંધિત અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ જગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

    મળેલી બાતમીના આધારે, વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BB-0336 ધરાવતી XUV 500 ગાડીને રોકવામાં આવી હતી. ગાડીમાંથી બે ઈસમો અને પાછળના ભાગેથી ચોરી કરાયેલા 6 જીવતા બકરા મળી આવ્યા હતા. ગુનેગારોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply