NFSUએ રાજભાષા કાર્યાન્વયન સમિતિ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં ચાર પુરસ્કારો જીત્યા
Live TV
-
નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ (નરાકાસ), ગાંધીનગરની દ્વિ-વાર્ષિક બેઠક નરાકાસના ચેરમેન સુનિલ સિંહાના અધ્યક્ષપદે યોજાઈ હતી.
આ અવસરે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારેએ શૈક્ષણિક સંસ્થા શ્રેણીમાં NFSUને આપવામાં આવેલ પ્રથમ પુરસ્કારનો સ્વીકાર કર્યો હતો. NFSUના કર્મચારી-અધિકારીઓને સ્વ-રચિત કવિતા પઠન, ગીત ગાયન, સૂત્ર લેખન અને ચિત્ર સંવાદ લેખનની સ્પર્ધાઓમાં ત્રણ પ્રથમ પુરસ્કાર અને એક પ્રોત્સાહન પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
આ બેઠક દરમિયાન ભારત સરકારના 50થી વધુ વિવિધ કાર્યાલયોના વડાઓ, રાજભાષા હિન્દી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વર્ષભર યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારેએ ઉપસ્થિત સૌને સર્વાંગી પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
