Skip to main content
Settings Settings for Dark

NFSU ગાંધીનગર ખાતે 'નેશનલ સ્પેસ ડે'ના ઉપલક્ષ્યમાં એક દિવસીય વર્કશોપ યોજાયો

Live TV

X
  • ભારતમાં ગત વર્ષે 'ચંદ્રયાન-૩' મિશનની સફળતાના પરિણામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર, ખાતે 'નેશનલ સ્પેસ ડે'ના ઉપલક્ષ્યમાં એક દિવસીય 'વર્કશોપ' યોજાયો હતો. આ વર્કશોપમાં ISRO તેમજ SAC, અમદાવાદના વૈજ્ઞાનિકોએ 'ચંદ્રયાન-૩ મિશન'ની સફળતા અંગે પોતાના અનુભવો તેમજ વિવિધ જળ સ્રોતમાં સેટેલાઈટની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન-વિડીયો રજૂ કર્યા હતા. 
     
    જળ સંપત્તિ સચિવ કે.બી.રાબડીયાએ 'નેશનલ સ્પેસ ડે'ની શુભેચ્છાઓ આપતાં જણાવ્યું હતું કે, પાણીના વિવિધ સ્રોતની માહિતી માટે સ્પેસ ટેકનોલોજી ખૂબ જ જરૂરી છે. અત્યારે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ પાણી, હવામાન, કૃષિ સહિત તમામ ક્ષેત્રે કરવામાં આવી રહ્યો છે. સેટેલાઈટથી દેશમાં ભૂગર્ભ જળ ક્યા-ક્યા વિસ્તાર ઉપલબ્ધ છે તેમજ તેનો પ્રવાહ ક્યા વિસ્તારમાંથી ક્યા વિસ્તારમાં વહન કરે છે તેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થાય છે. સેટેલાઈટની હાઈ રિઝ્યોલ્યુશન ઈમેજના માધ્યમથી રાજ્યના ક્યા વિસ્તારમાં વધારે વરસાદ થશે, ક્યા વિસ્તારમાં સારો પાક લહેરાઈ રહ્યો છે અને ક્યાં દુષ્કાળની સ્થિતિ છે તેની ચોક્કસ માહિતી મેળવી શકાય છે. દેશમાં ચોમાસા દરમિયાન નદીઓમાં પૂરની સ્થિતિ, વાવાઝોડું, લીલો દુકાળ, જેવી કુદરતી આપત્તિ સમયે સચોટ આગાહી કરીને જાન-માલનું નુકશાન થતું અટકાવી શકાય છે. કૃષિ સિવાય પાણીનો ઉપયોગ ક્યા-ક્યા ક્ષેત્રમાં થઈ રહ્યો છે, તેની માહિતી સેટેલાઈટથી મેળવીને તેની પર યોગ્ય સંશોધન કરી શકાય છે

    સ્પેસ એપ્લિકેશન સેન્ટર-SAC અમદાવાદના ડાયરેક્ટર નિલેષ દેસાઈએ 'ચંદ્રયાન-૩ના અનુભવો શેર કરતાં કહ્યું હતું કે, ઈસરોના વૈજ્ઞાનિકોએ સ્વદેશી 'ચંદ્રયાન-૩નું સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરાણ કરાવીને 'સ્પેસ ઈઝ નો લિમિટ' તેમજ 'આત્મનિર્ભર ભારત'ના મંત્રને સાર્થક કર્યો છે. ઈસરો દ્વારા 75થી 80 ટકા કામગીરી ભારતના સમાન્ય નાગરિકો અને સમાજની સુખાકારી માટે કરવામાં આવે

    છે. અવકાશ વિજ્ઞાનના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના જન્મ સ્થળ અમદાવાદમાં કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટરે  ચંદ્રયાન-૩ને ચંદ્રની ભૂમિ પર લેન્ડ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઈસરોના ચંદ્રયાન, મંગળયાન તેમજ ભાવી ગગનયાનમાં ઉપયોગમાં આવનાર હાઇટેક કેમેરા, સેન્સર, રડાર અને મેપ તૈયાર કરવામાં આ સેન્ટર મહત્તમ યોગદાન આપી રહ્યું છે. તેમણે GPS આધારિત સ્વદેશી 'નાવિક સેટેલાઈટ'ની કામગીરીની પણ વિગતો આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply