Skip to main content
Settings Settings for Dark

NIFT- ગાંધીનગર ખાતે 7 ઓગસ્ટે “નેશનલ હેન્ડલૂમ દિવસ” ની ઉજવણી કરાશે

Live TV

X
  • નિફ્ટ ગાંધીનગરે 7 ઓગસ્ટ, 2023ના રોજ “નેશનલ હેન્ડલૂમ દિવસ” ઉજવણીની જાહેરાત કરીછે. નિફટ, ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. સમીર સૂદે જણાવ્યું છે કે, આ દિવસે નિફ્ટ ગાંધીનગર કેમ્પસ ખાતે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે હેન્ડલૂમના કારીગરોનું અભિવાદન કરવામાં આવશે અને રાષ્ટ્રની સામાજિક-આર્થિક પ્રગતિ માટે તેમના મહત્વને ઉજાગર કરવામાં આવશે. નિફ્ટ ગાંધીનગર કેમ્પસ ખાતે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

    1. "હેન્ડલૂમ એક સ્વદેશી ઉદ્યોગ તરીકે: પડકારો અને આગળનો માર્ગ" વિષય પર પેનલ ચર્ચા. પેનલિસ્ટ્સ નીચે મુજબ છે :
    વિલૂ મિર્ઝા, પૂર્વ નિયામક, નિફ્ટ ગાંધીનગર
    જાઈ કાકાણી- સ્થાપક - એસ.ઓ.એ.સી.એચ.
    ડૉ. રીના ભાટિયા-સહાયક પ્રોફેસર, એમ.એસ. યુનિવર્સિટી
    સોનલ મહેતા-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર- એકલવ્ય ફાઉન્ડેશન
    પ્રો. ડૉ. વંદિતા સેઠ- નિફ્ટ ગાંધીનગર
    મોડરેટર: ડૉ. શુભાંગી યાદવ- એસોસિએટ પ્રોફેસર- નિફ્ટ-ગાંધીનગર
    2. હેન્ડલૂમ તકનીકો અને કાપડનું પ્રદર્શન કમ નિદર્શન
    3. ભારતના હેન્ડલૂમ ટેક્સટાઇલ્સ પર ક્વિઝ કોમ્પિટિશન
    4. ભારતના હેન્ડલૂમ ટેક્સટાઇલ્સ પર વિદ્યાર્થીઓની ટીમો દ્વારા સ્ટેટિક ડિસ્પ્લે /ઇન્સ્ટોલેશન સ્પર્ધા બેસ્ટ ડ્રેસ્ડ હેન્ડલૂમ
    5.હાથવણાટના ઉત્કૃષ્ટ પરિધાન – સેલ્ફી કોમ્પિટિશન

    હેન્ડલૂમ દિવસ એક અદ્ભુત અવસર છે, જે હાથવણાટની સાથે કામ કરતા વણકરોના સમુદાયનું સન્માન કરવા અને આપણા દેશના સામાજિક-આર્થિક વિકાસમાં કરવામાં આવેલા યોગદાનની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
apply