Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ 'મન કી બાત'માં કચ્છમાં થઈ રહેલી ડ્રેગન ફ્રૂટની ખેતીની કરી વાત

Live TV

X
  • પીએમએ કહ્યું, આજકાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટ્સની ખેતી માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે. અનેક જ્યારે સાંભળે છે તો તેમને આશ્ચર્ય થાય છે કે કચ્છ અને ડ્રેગન ફ્રૂટ.

    પ્રધાનમંત્રી મોદીએ આજે 67મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરતા તેમણે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે બિહાર અને આસામમાં આવેલા પૂરની સાથે કોરોના મહામારીના પડકારોનો પણ ઉલ્લેખ કર્યો.

    આ દરમિયાન પીએમએ ગુજરાતના કચ્છમાં ખેડૂતો દ્વારા થઈ રહેલી ડ્રેગન ફ્રૂટ્સની ખેતીનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે , આજકાલ કચ્છમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટ્સની ખેતી માટે પ્રશંસનીય કામ કરી રહ્યા છે. અનેક જ્યારે સાંભળે છે તો તેમને આશ્ચર્ય થાય છે કે કચ્છ અને ડ્રેગન ફ્રૂટ. પરંતુ આજે ત્યાંના અનેક ખેડૂતો આ કાર્યમાં લાગેલા છે. ફળની ગુણવત્તા અને ઓછી જમીનમાં વધારે ઉત્પાદનને લઈ અનેક ઈનોવેશન કરવામાં આવી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા વધી રહી હોવાનું મને જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને નાસ્તામાં તેનો ઉપયોગ વધ્યો છે. દેશે ડ્રેગન ફ્રૂટ્સની આયાત ન કરવી પડે તેવો કચ્છના ખેડૂતોનો સંકલ્પ છે. આજ તો આત્મનિર્ભરતાની વાત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply