PM-KISAN: આવતીકાલે 21મો હપ્તો રિલીઝ, ગુજરાતના 49 લાખથી વધુ ખેડૂતોને 986 કરોડ મળશે
Live TV
-
પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, તા. 19 નવેમ્બર, 2025 ના રોજ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો 21મો હપ્તો રિલીઝ કરશે.
વિગત ભારત ગુજરાત કુલ સહાય₹18,000કરોડથી વધુ₹986 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતો 9 કરોડથી વધુઆશરે 49.31 લાખથી વધુવિતરણ માધ્યમસીધા ખેડૂતોના બેન્ક ખાતામાં (DBT)સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં (DBT)ગુજરાતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમસ્થળ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં; નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં.મુખ્યમંત્રીના હસ્તે પીએમ-કિસાન લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય/મંજૂરી પત્રોનું વિતરણ કરાશે.રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત ICAR,કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.યોજનાનો કુલ લાભ (ગુજરાત)પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને 20 હપ્તાના માધ્યમથી કુલ ₹21,086 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.
