PM-USHA યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરની કેટલીક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે અનેક પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા PM-USHA યોજનાનું જમ્મુથી ડિજીટલી લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ICT આધારીત શિક્ષણ, સંશોધનને પ્રાધાન્ય આપવા શરૂ કરાયેલ આ યોજના શરૂ કરાઈ છે
આ અંતર્ગત PM-USHA યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે PM-USHA યોજનાના માધ્યમથી સંશોધનને વેગ મળશે. કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો
