Skip to main content
Settings Settings for Dark

RTE અંગતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત કરાઈ

Live TV

X
  • રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અંગતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 14થી 26મી માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જે બાળકોએ ઉમર 1 જૂન, 2024ના રોજ છ વર્ષ પૂર્ણ  કરેલા હશે તેમના વાલીઓ આરટીઈ માટે ઓનલાઇન અરજી કરી શકશે.    

    આ અંગે શિક્ષણ મંત્રી  પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે તેના માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. કોઈ આ પ્રકારે ફીની માગણી કરે તો તેની જાણ શિક્ષણ અધિકારીને કરવા માટે પણ શિક્ષણ મંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો. આરટીઇ અર્તગત બાળકોના પ્રવેશની અરજી માટે જરૂરી દસ્તાવેજમાં  વિદ્યાર્થીનો જન્મનો દાખલો, આધાર કાર્ડ, રહેઠાણના પુરાવા એટલે કે લાઈટબિલ રેશન કાર્ડ વગેરે, તેમજ વાલીનું આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, મામલતદાર પ્રમાણિત વાલીની આવકનો દાખલો  અથવા ઇન્કમટેક્સ રિટર્ન કોપી તેમજ બાળક કે વાલીના બેન્ક ખાતાની પાસબુક જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply