Submitted by ddnews on
૧.ભારતમાં કોરોના વાઇરસનો ૨૯ મો કેસ ગુરગ્રામમાં.કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું, ગઈ કાલથી બધા મુસાફરોનું થઈ રહ્યું છે સ્ક્રીનિંગ.રાજ્ય સરકાર સાથે મળીને રોગને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસો વેગીલા.
૨.ચીનમાં કોરોના વાઇરસના મામલામાં આવી ઓટ.ઇટાલીમાં સ્થિતિ બગડી.મૃતકોની સંખ્યા ૧૦૭.આગામી પંદર દિવસો સુધી બધી શાળાઓ બંધ.ઈઝરાયેલે ભારતીય નમસ્તેનું અભિવાદન અપનાવવા આપી સલાહ.
૩.ગુજરાત સરકાર પણ કોરોના વાઇરસ સામે લડવા સજ્જ.રોગ સામે લડવાની અટકાયતી યોજના જાહેર.જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને નૉડલ ઑફિસર નિમાયા.જિલ્લા અને કૉર્પોરેશન કક્ષાએ હૉસ્પિટલોમાં મેપિંગ કરાશે.
૪.કોરોનાની ચિંતા છતાં ભારતીય શૅરબજારમાં તેજી.સેન્સેક્સમાં ૪૦૦થી વધુ પૉઇન્ટનો ઊછાળો.અમેરિકા અને એશિયાઈ બજારોમાં પણ તેજીનું વાતાવરણ
૫..ગુજરાતમાં ધોરણ-૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષાનો પ્રારંભ.પરીક્ષાર્થીઓનું ગુલાબ અને મોં મીઠું કરાવી કરાયું સ્વાગત.૧૭.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા.
૬.ગાંધીનગરમાં ઇન્ડિયા ફાર્મા અને ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ ૨૦૨૦ પરિષદમાં કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ કહ્યું, દવાની કાળાબજારી સામે લેવાશે કડક પગલાં.તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, સરકારની સરળ નીતિને કારણે વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે.
૭.મહિલા દિને અમરેલીનું ગૌરવ.સાત માર્ચે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરના હસ્તે મઠરાળાની સખીઓને ગ્રામવિકાસમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કરાશે પુરસ્કૃત.તો નબળી આર્થિક સ્થિતિવાળી તેજસ્વી દીકરીઓને લેશે દત્તકલેવા મોડાસાની એક શાળાના સંચાલકની અનોખી પહેલ.
૮.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરતું રાજકોટ ટ્રાફિક પોલીસનું પગલું.દંડની રકમ હવે સ્વાઇપ મશીન દ્વારા ભરી શકાશે.ખિસ્સામાં પૈસા ન હોવાનું બહાનું નહીં ચાલે.
૯.અને મહિલા દિન પહેલાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આપ્યા ખુશખબર.મહિલા ટી-૨૦ ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં પ્રવેશ.વિશ્વ કપ જીતવા માટે હવે દક્ષિણ આફ્રિકાને હરાવવા આઠ માર્ચે પડશે મેદાને.