અંગદાન પ્રવૃત્તિને વેગવાન બનાવવા "માહી રી બર્થ ગ્રીન કોરિડોર" શોર્ટ ફિલ્મ કરાઈ તૈયાર
Live TV
-
તેજસભાઈ ભરતભાઈ દવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ચૂંટાયેલા વેજલપુર ના કાઉન્સિલર પારૂલબેન તેજસ ભાઈ દવેની સુપુત્રી દીતી દવે દ્વારા વર્તમાન અંગદાન અંગેની સામાજિક સમસ્યા ઉપર શોર્ટ ફિલ્મ તૈયાર કરી પ્રસિદ્ધ કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચક્ષુદાન ની પ્રવૃત્તિ વેગમાન બની છે અને ચક્ષુદાન પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ કિડની, હાર્ટ, લીવર ,જેવા જરૂરિયાત અંગદાન માટે ખૂબ મોટું વેટિંગ લિસ્ટ ચાલે છે. અને કેટલાક યુવાન દર્દીઓ અંગદાન ના અભાવે મરણ પામે છે. આ સંજોગોમાં અંગદાનની પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવા અને જનજાગૃતિ માટે યુવાન દીકરી દીતી દવે ની આ ફિલ્મ સમાજમાં જરૂર અંગદાનની ની પ્રવૃત્તિને વેગ આપશે. દીતી તેજસભાઈ દવે ને વિરમગામ બ્રહ્મ સમાજ તથા વિરમગામી ભૂદેવ અમદાવાદ વિરમગામ સંસ્થા તરફથી અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવે છે.