અમદાવાદની એપોલો CVHF હોસ્પિટલમાં આવ્યું અત્યાધુનિક 'દા વિન્ચી Xi' રોબોટિક સર્જરી યુનિટ
Live TV
-
અમદાવાદની એપોલો CVHF હોસ્પિટલમાં આવ્યું અત્યાધુનિક 'દા વિન્ચી Xi' રોબોટિક સર્જરી યુનિટ
હેલ્થકેર ક્ષેત્રે અને ખાસ કરીને હૃદયની સર્જરીના મામલે ગુજરાતે એક નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદમાં આવેલી જાણીતી એપોલો CVHF હોસ્પિટલ દ્વારા રાજ્યના સૌપ્રથમ ડેડિકેટેડ રોબોટિક કાર્ડિયાક સર્જરી યુનિટમાં અત્યાધુનિક 'દા વિન્ચી Xi' સર્જિકલ સિસ્ટમનો ઉમેરો કરવામાં આવ્યો છે. હૃદયની જટિલ સર્જરીઓને વધુ સચોટ અને સરળ બનાવતી આ સુવિધા ગુજરાતના તબીબી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
ગુજરાત મેડિકલ ટુરિઝમનું હબ બનશે
હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર, આ અદ્યતન રોબોટિક સિસ્ટમના આગમનથી દેશ અને દુનિયાભરમાંથી આવતા દર્દીઓને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ મળશે. આ ટેકનોલોજી ગુજરાતને ગ્લોબલ મેડિકલ ટુરિઝમના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.
ડૉ. સુધીર અદાલતીના નેતૃત્વમાં ૭૫થી વધુ સફળ સર્જરી
હોસ્પિટલના સીનિયર CVTS સર્જન ડૉ. સુધીર અદાલતીના નેતૃત્વમાં કાર્યરત નિષ્ણાત કાર્ડિયાક સર્જરી ટીમે આ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ટીમે અત્યાર સુધીમાં મિનિમલી ઇન્વેસિવ ટેક્નિક (ઓછા કાપાવાળી પદ્ધતિ) નો ઉપયોગ કરીને 75થી વધુ સફળ રોબોટિક કાર્ડિયાક સર્જરી પૂર્ણ કરી છે. આ ટેકનોલોજીના કારણે દર્દીઓને ઓછો દુખાવો થાય છે, લોહીનો બગાડ અટકે છે અને હોસ્પિટલમાંથી ઝડપથી રજા મળી જાય છે.
બીજી 'દા વિન્ચી Xi' સિસ્ટમ આવતા દર્દીઓને મોટો ફાયદો
એપોલો CVHF હોસ્પિટલમાં આ બીજી 'દા વિન્ચી Xi' સર્જિકલ સિસ્ટમ વસાવવામાં આવી છે. આ નવીનતમ મશીનના ઉમેરાથી હવે હોસ્પિટલની ક્ષમતા બમણી થઈ જશે અને વેઇટિંગ પિરિયડ ઘટશે, જેના કારણે રોજેરોજ વધુ સંખ્યામાં દર્દીઓને આ અદ્યતન રોબોટિક સર્જરીનો લાભ અને નવું જીવન મળી શકશે.
શું છે દા વિન્ચી Xi સિસ્ટમ?
આ એક અત્યંત એડવાન્સ રોબોટિક પદ્ધતિ છે, જેમાં સર્જન થ્રી-ડી (3D) વિઝન અને અત્યંત ફ્લેક્સિબલ રોબોટિક આર્મ્સની મદદથી હૃદયના અત્યંત સુક્ષ્મ ભાગોની પણ સચોટ સર્જરી ખૂબ જ સરળતાથી કરી શકે છે.
