અમદાવાદમાં એન્ટિ ડ્રગ્સ ડેની ઉજવણી
Live TV
-
ડ્રગ્સ અને અન્ય નશાકારક વસ્તુઓ યુવાધન માટે જોખમી છે તેમજ માનવજાત માટે પતનનું કારણ બને છે આ અંગે જાગૃતિ આવે તે માટે અમદાવાદમાં પણ એન્ટિ ડ્રગ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો તથા હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશન દ્વારા આજે પૂર્વ અમદાવાદમાં 'ડ્રગને ના કહો' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ વિસ્તારની વિવિધ શાળાઓના બાળકો તથા તેમના વાલીઓને ડ્રગ્સ ની ચુંગાલથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના સુપ્રિટેન્ડેન્ટ હરિશ કુમાર, સાયકોલોજીસ્ટ ડો. પાર્થ વૈષ્ણવ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડ્રગ્સ ડે અંતર્ગત આયોજિત ચિત્રસ્પર્ધામાં અગ્રક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.