અમદાવાદ શહેરમાં તબીબી સેવા આપતા અગ્રણી ડોક્ટર્સની યોજાઇ કોન્ફરન્સ
Live TV
-
અમદાવાદ શહેરમાં તબીબી સેવા આપતા અગ્રણી ડોક્ટર્સ દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના 200થી વધુ કુશળ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
કોન્ફરન્સનો મુખ્ય આશય દર્દીઓને તેમની સમસ્યાને અનુલક્ષીને ડોક્ટર્સની તબીબી સેવાઓ સીધી જ મળી રહે તેમજ દર્દીની આર્થિક નબળી પરિસ્થિતિના લીધે તેમની સારવાર અટકે નહીં તે અંગે જનજાગૃતિ લાવવાનો હતો. તેમાં દર્દીઓને મળતા વિવિધ સરકારી લાભો આયુષ્માન કાર્ડ, કોર્પોરેશનની સહાય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મળતા આર્થિક લાભો અંગે માહિતી આપવામાં આવી હતી.