આંધ્રપ્રદેશ: ફૂડ પોઈઝનિંગને કારણે શાળામાં ચારના મોત અને સાત ગંભીર હાલતમાં
Live TV
-
આંધ્રપ્રદેશ રાજ્યના અનાકાપલ્લી જિલ્લાના કોટાવુતલા મંડલના કૈલાસપટ્ટનમમાં એક શાળાના કેટલાય બાળકો, રવિવારે સાંજે ગંભીર રીતે બીમાર પડ્યા હતા. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિમાર બાળકો પૈકી, ચાર બાળકોના સોમવારે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ગંભીર રીતે બીમાર વિદ્યાર્થીઓમાંથી સાતની હાલત હજુ પણ ગંભીર છે. ડેપ્યુટી ડીઈઓએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
કૈલાસપટ્ટનમમાં એક આશ્રમના 86 વિદ્યાર્થીઓ એક સંસ્થા દ્વારા મફત રહેવાની સુવિધા ધરાવતી સરકારી શાળામાં અભ્યાસ કરે છે. તેનું સંચાલન એમ કિરણ કુમાર પાસે છે. એવું કહેવામાં આવ્યું હતું કે, બાળકોએ રવિવારે બપોરે હોસ્ટેલમાં સમોસા ખાધા હતા. ત્યારપછી 27 બાળકોને ફૂડ પોઈઝનિંગના કારણે ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટને આ વાતની જાણ થતાં જ સ્કૂલ સ્ટાફે અસરગ્રસ્ત બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા હતા. કેટલાક વાલીઓ તેમના બાળકોને ઘરે લઈ ગયા. ચિંતાપલ્લી મંડળના ચાર બાળકોના ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા છે. અન્ય સાત લોકો હાલમાં નરસીપટનમ એરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તબીબોએ જણાવ્યું કે, ફૂડ પોઈઝનિંગના કારણે 27 બાળકોને ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ થઈ હતી. હોસ્પિટલમાં દાખલ બાળકોની હાલત નાજુક છે. આ ચાર વિદ્યાર્થીઓ કૈલાસપટ્ટનમ ગામના છે. આ બાળકોના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ડેપ્યુટી ડીઈઓ પેન્નાડા અપ્પારાવે, સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. એમઈઓ, પી રામારાવ અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.