આજે વર્લ્ડ ફેમિલી ફિઝિશિયન ડે: અમદાવાદમાં ઉજવણી કરાઈ
Live TV
-
સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફેમિલી ફિઝિશિયન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. 19 મેને વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે (World family doctor day) તરીકે ઉજવવામાં (Celebrate) આવે છે. ફેમિલી ફિઝિશિયન નાના બાળકોથી (Children) માંડીને ઘરના વૃદ્ધ લોકોની નાની-મોટી માંદગીના સમયે પરિવારના (Family) સભ્યની જેમ સારવાર કરે છે.
અમદાવાદમાં આઈ એમ એ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિસનર્સ ગુજરાત બ્રાન્ચ દ્વારા અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે કોંકલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના જનરલ પ્રેક્ટિસના એમબીબીએસ ડોક્ટરોએ ભાગ લીધો હતો. અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે જનરલ પ્રેક્ટિસનરને ઉપયોગી એવા કેસ સ્ટડી આ કોંકલેવમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કોંકલેવમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ફેમિલી ફિઝિશિયન તરીકે ઉત્કૃષ્ટ તબીબી સેવા પૂરી પાડનાર નામાંકિત ફેમિલી ફિઝિશિયનનું સન્માન કરવામાં આવ્યું હતું.