Skip to main content
Settings Settings for Dark

આઠમો રાષ્ટ્રીય પોષણ માસ: 'સહી પોષણ દેશ રોશન'ના સંકલ્પ સાથે કુપોષણમુક્ત ભારત તરફ એક કદમ

Live TV

X
  • આઠમો રાષ્ટ્રીય પોષણ માસ: 'સહી પોષણ દેશ રોશન'ના સંકલ્પ સાથે કુપોષણમુક્ત ભારત તરફ એક કદમ

    ભારતને કુપોષણમુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં આ વર્ષે આઠમો રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહી પોષણ દેશ રોશન' ના આહવાનને ચરિતાર્થ કરવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે, આ ઉજવણી 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર, 2025દરમિયાન થઈ રહી છે. 

    આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો અને નાગરિકોની સહભાગિતાથી પોષણ અભિયાન હવે જન આંદોલન બની રહ્યું છે.

    મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું 'સ્વસ્થ અને સુપોષિત' લક્ષ્ય

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં કુપોષણને નાથવા અને બાળકો તથા મહિલાઓના પોષણમાં સુધારો કરવા માટે અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ અને સામુદાયિક ભાગીદારી થકી બહુવિધ આયામો દ્વારા આ પ્રયાસો થઈ રહ્યા છે.

    પોષણ માસની છ મુખ્ય થીમ

    આ વર્ષે પોષણ માસ દરમિયાન, જનજાગૃતિ માટે છ મુખ્ય થીમ પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે:

    1. સ્થૂળતા અંગે જાગૃતિ: ખાંડ, મીઠું અને તેલના વપરાશમાં ઘટાડો
    આ થીમ હેઠળ, લોકોમાં ખાંડ, મીઠું અને તેલના વધુ પડતા ઉપયોગથી થતી ગંભીર બીમારીઓ જેવી કે હૃદયરોગ, ડાયાબિટીસ, અને હાઈ બ્લડ પ્રેશર અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. 

    2. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ: 'પોષણ ભી પઢાઈ ભી'
    પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE) હેઠળ ‘પોષણ ભી પઢાઈ ભી’ (PBPB) પહેલ શરૂ કરાઈ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોને પોષણયુક્ત આહાર સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે.

    3. સંયુક્ત પગલાં અને ડિજિટલાઇઝેશન
    પોષણ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, મહિલા અને બાળ વિકાસ જેવા વિવિધ વિભાગો સંકલન સાધીને કામ કરી રહ્યા છે. આ કામગીરીને વધુ ઝડપી અને સચોટ બનાવવા માટે, કાગળ આધારિત ડેટાને બદલે મોબાઇલ-એપ્લિકેશન પોષણ ટ્રેકરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

    4. નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ
    આ થીમ હેઠળ, માતા-પિતાને જન્મના પ્રથમ છ મહિના સુધી નવજાત શિશુ માટે ફક્ત માતાનું દૂધ જ આપવા અને ત્યારબાદ પૂરક આહાર શરૂ કરવા અંગે જાગૃત કરવામાં આવશે.

    5. બાળકોના પોષણ અને સાર સંભાળમાં પુરુષોની સહભાગીતા
    બાળકોના પોષણ અને સંભાળમાં પિતા અને પરિવારના અન્ય પુરુષ સભ્યોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમની સક્રિય ભાગીદારીથી માતા પરનો ભાર હળવો થશે અને બાળકોનો માનસિક અને ભાવનાત્મક વિકાસ વધુ સારો થશે.

    6.‘વોકલ ફોર લોકલ’: સ્થાનિક ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન
    આ આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ, સ્થાનિક અને પરંપરાગત ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. આધુનિક પ્રોસેસ્ડ ફૂડ કરતાં વધુ ફાયદાકારક સ્થાનિક ખાદ્ય પદાર્થોનું સેવન માત્ર શરીરને જ નહીં, પરંતુ પર્યાવરણ અને સ્થાનિક અર્થતંત્રને પણ લાભ પહોંચાડશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply