આવતીકાલથી રાજકોટ જિલ્લામાં સર્ગભા મહિલાઓને રસી આપવાની શરૂઆત થશે
Live TV
-
કોરોનની પ્રવર્તમાન સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાંના ભાગરૂપે સરકાર તરફથી અનેક પહેલ હાથ ધરવામાં આવી છે ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં નાગરિકોમાં વધુને વધુ Herd Immunity વિકસી રહે તે માટે , ભારત સરકારે સગર્ભા મહિલાઓને પણ વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત આવતીકાલ ને ગુરૂવારથી રાજકોટ જિલ્લામાં સર્ગભા મહિલાઓને, રસી આપવાની શરૂઆત કરવામાં આવશે.
રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું, કે જિલ્લાના 11 તાલુકામાં આશરે 20 હજાર સગર્ભા મહિલાઓ છે, જેમને રસી આપવાનું આયોજન થઈ રહ્યું છે. તેથી શહેર તેમજ ગ્રામિણ અને અંતરિયાળ વિસ્તારની મહિલાઓને પણ કોરોના સામે રક્ષાકવચ મળે તે જરૂરી છે.આ આયોજનના ભાગરૂપે વધુને વધુ સગર્ભા બહેનોને રસીકરણ પ્રક્રિયા હેઠળ આવરી લેવાના પ્રયાસો કરવામાં આવશે.