કંજક્ટિવાઈટિસ એટલે કે આંખોના ફ્લૂની સારવાર અંગે એઈમ્સના ડોક્ટરોએ આપી મહત્વની સલાહ
Live TV
-
રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કંજક્ટિવાઈટિસ એટલે કે આંખોના ફ્લૂના વધતા કેસોને જોતા અખિલ ભારતીય અયુર્વિજ્ઞાન સંસ્થાન એઈમ્સના સિનિયર ડોક્ટરોએ સારવાર માટે સ્ટીરોઈડના ઉપયોગ અંગે ચેતાવણી જાહેર કરી છે.
રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં કંજક્ટિવાઈટિસ એટલે કે આંખોના ફ્લૂના વધતા કેસોને જોતા અખિલ ભારતીય અયુર્વિજ્ઞાન સંસ્થાન એઈમ્સના સિનિયર ડોક્ટરોએ સારવાર માટે સ્ટીરોઈડના ઉપયોગ અંગે ચેતાવણી જાહેર કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાતચીત દરમિયાન એઈમ્સમાં નેત્ર રોગ ચિકિત્સા કેન્દ્રના પ્રમુખ ડોક્ટર જે. એસ. તિતિયાલે કહ્યું કે, સ્ટીરોઈડવાળા આઈડ્રોપનો ઉપયોગ કરવાથી બે અઠવાડિયા પછી આંખના કોર્નિયામાં ધબ્બા પડી શકે છે. આ સવિયા આંખો ઉપર પણ દબાવ પણ વધી શકે છે. તેમણે કહ્યું કે, એઈમ્સમાં કંજક્ટિવાઈટિસની સારવારમાં સ્ટીરોઈડવાળી દવાઓનો સમાવેશ નથી કરાયો. તેમણે કહ્યું કે, આંખના ટીપાંનો ઉપયોગ પણ ત્યારે જ કરવો જ્યારે તે જરુરી હોય.
ડોક્ટર તિતિયાલે કહ્યું કે, સ્ટીરોઈડના ઉપયોગથી તરત રાહત તો મળી શકે છે પણ પછી આંખોને નુકસાન પહોંચે અને આંખો નબળી પડવાનો ખતરો વધી શકે છે. એન્ટીબાયોટિક્સના ઉપયોગ વિશે તેમણે સલાહ આપી કે, આ દવાઓને ડોક્ટરની સલાહ મુજબ દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. તેમણે લોકોને આગ્રહ કર્યો કે, જો પરિવારમાં કોઈ સભ્યોને આઈ ફ્લૂની સમસ્યા થઈ તો દરેક સભ્યને અલગ-અલગ આઈ ડ્રોપનો ઉપયોગ કરવો જોઈએ.