કચ્છ જિલ્લામાં સુપર મેગા ડ્રાઇવ વેક્સિનેશન હાથ ધરાયું
Live TV
-
રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ સુપર મેગા ડ્રાઇવ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 400થી વધુ સેન્ટર ઉભા કરીને લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેઓએ વેક્સિન લીધી નથી તે લોકોને સરળતાથી વેક્સિન મળી જાય તે હેતુસર તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી પુરઝડપે કરવામાં આવી રહી છે. કચ્છના લોકો પણ તંત્રના આ પ્રયાસને પુરતો સહકાર આપી રહ્યા છે. લોકો પણ વેક્સિનેશનની કામગીરીથી ખુશ જણાઇ રહ્યા છે.