કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી કોરોના મુક્ત
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી કોરોના મુક્ત બન્યું. દાદરા નગર હવેલી 100% રસીકરણ સાથે અગ્રેસર રહ્યું. આ સાથે 5909 સક્રિય કેસો સફળ સારવાર મેળવી ઘેર પરત મળ્યા છે. કોરોનાના કારણે ફકત 3 ના મોત નોંધાયા. દેશભરમાં દાદરા નગર હવેલી સોંથી વધુ રિકવરી રેટ સાથે અગ્રેસર રહ્યું છે. છેલ્લા 3 દિવસથી પ્રદેશમાં એક પણ કોવિડ પોઝીટીવ કેસ મળવા પામ્યો નથી.
અહીં કોવિડ ની વ્યાપક સારવારના પગલે અત્યાર ધી 5909 સક્રિય કેસમાં સફળ સારવાર મેળવી ઘેર પરત થયા છે. અહીં સોંથી ઓછો મૃત્યુ દર છે ફકત 3 વ્યક્તિનું જ કોવિડના કારણે મોત થયું છે.
કેન્દ્રશાસિત પ્રદેશમાં 100% વેકસીનેસન થઈ ગયું છે. સેલવાસમાં આજદિન સુધીમાં 4,76,255 લોકોને રસીકરણ કાર્યક્રમ હેતાળ આવરી લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ડોઝ 3,75,144 ,અને બીજા ડોઝ 101111.લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.