કેન્દ્ર સાશિત પ્રદેશ દીવમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ
Live TV
-
હાલ દેશમાં કોરોનાના સંક્રમણ સામે રક્ષણમાં મેળવવા માટે રસીકરણનું મહાઅભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવામાં આવ્યું છે જેથી રસીકરણને લઇને ગુજરાતના જીલ્લાઓમાં અનોરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે કેન્દ્ર સાશિત પ્રદેશ દીવમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ દીવ પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. દીવમાં 45 થી ઉપરના 77% ટકા નાગરિકોને 2 ડોઝ અપાઈ ગયા છે. જ્યારે 18 થી ઉપરના નાગરિકોનું 50% રસીકરણ થઈ ગયું છે. દીવના ગ્રામિણ વિસ્તારોમાં પંચાયતો દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હાલ દીવમાં ત્રણ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.