કેન્સરની દવા 80 ટકા સસ્તી, ટ્રેડ માર્જીન ફિક્સ કરવામાં આવ્યું
Live TV
-
કેન્સરની દવામાં ૮૦ ટકા જેટલી દવાના ભાવમાં ઘટાડો થશે-મનસુખ માંડવિયા
કેન્દ્ર સરકાર દ્વારા લોકો ના આરોગ્ય ને ધ્યાન માં રાખી વધુ એક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા ટ્રેડ માર્જીન ફિક્સ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેન્સરની દવા પર ટ્રેડ માર્જીન ફિક્સ કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, કેન્સરની દવા પર ટ્રેડ માર્જિન ,ફિક્સ કરવાથી કેન્સરની દવામાં ૮૦ ટકા જેટલી દવાના ભાવમાં ઘટાડો થશે.આ સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે ગરીબ અને મધ્યમ વર્ગ ના દર્દીઓ માટે કેન્સરની દવા સુલભ બનશે