કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે પંચમહાલ જિ. પોલીસ દ્વારા ખાસ તાલીમનું આયોજન
Live TV
-
આગામી સમયમાં જો કોરોનાની સંભવિત ત્રીજી લહેર ઉદભવે તો તેની સામે કેવી રીતે લડત આપી શકાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ અને સિવિલ હોસ્પિટલના તબીબ ઇકરામ જમનુંની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ જિલ્લા તાલીમ કેન્દ્રમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલા તમામ પોલીસમથકે ફરજ બજાવતા એક-એક પોલીસકર્મીઓ પસંદગી કરીને ટીમ બનાવવામાં આવી હતી.
આ તાલીમ માટે ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેના પગલાંઓ, કોરોના વાયરસનાં ચેપ દરમ્યાન કેવી કાળજી લઈ શકાય, તબીબી સાધનો, ઇમરજન્સી સમયે લેવામાં આવતા પગલાંઓ જેવી બાબતો વિશે સમજ આપવામાં આવી હતી.