ગાંધીનગર ઝોનના વિભાગીય નાયબ નિયામકે મમતા દિવસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અડાલજ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
Live TV
-
ગાંધીનગર તાલુકાના ઉવારસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગાંધીનગર ઝોનના વિભાગીય નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણાએ મુલાકાત લીધી હતી. તેમણે આંબલીવાસ આંગણવાડી ખાતે મમતા દિવસ અંતર્ગત મુલાકાત લીધી હતી. આ વિસ્તારના હાજર આંબલીવાસ ,રોહિત વાસ અને ઝાલાપરાવાસના મમતા દિવસના લાભાર્થી જેવા કે 0થી ૫ વર્ષના બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓને રસીકરણ વિશે જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ તેમજ જનની સુરક્ષા,કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાઓ પર સાહેબ દ્વારા ખાસ ભાર મૂકવામાં આવેલ તેમજ એનકવાસ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના AEFI એસેસમેન્ટ સમયસર થઈ જાય તેમજ પિયર એસેસમેંન્ટ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉપરાંત, પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત જોખમી માતાઓને નિયમિત સમયાંતરે દર માસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવી અને તપાસ દરમ્યાન ગંભીરતા જણાય તો મેડિકલ સુવિધાઓ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ કરવા જણાવ્યું હતું.
વિભાગીય નિયામકે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત પણ લીધી હતી. મુલાકાત દરમ્યાન વિભાગીય નાયબ નિયામક ડૉ.એસ.કે.મકવાણા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.કે.પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન સામૂહિક આરોગ્ય કેન્દ્રની તમામ કામગીરી અંગે સ્ટાફ સાથે સમીક્ષા કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગ ,NCD ક્લિનિક, દાંત વિભાગ, લેબર રૂમ, ફિજીયોથેરાપી રૂમ, દવા રૂમ, ડ્રેસિંગ રૂમ, કોલ્ડ ચેઇન રૂમ ,ઓપીડી વિભાગ, લેબોરેટરી વિભાગ, ગાયનેક વિભાગની મુલાકાત કરીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.