Skip to main content
Settings Settings for Dark

જયપુર એરપોર્ટ પર મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળ્યો, દર્દીને RUHS માં મોકલવામાં આવ્યો

Live TV

X
  • યુવકની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે

    દુબઈથી જયપુર પરત ફરેલા પ્રવાસીમાં મંકીપોક્સના લક્ષણો હોવાથી રાજસ્થાન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી હોસ્પિટલ (RUHSH) મોકલવામાં આવ્યો હતાં. રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ સાયન્સ (RUHS) હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફે પેસેન્જરને અલગ રાખ્યો છે. દર્દીના નમૂના સવાઈ માનસિંહ મેડિકલ કોલેજની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. 20 વર્ષીય શંકાસ્પદ દર્દી નાગૌર જિલ્લાનો રહેવાસી છે. શંકાસ્પદ દર્દીને હળવો તાવ અને તેના શરીર પર લાલ ચકામા છે. જ્યારે શંકાસ્પદ વ્યક્તિ આજે સવારે ફ્લાઈટ દ્વારા દુબઈથી જયપુર પહોંચ્યો હતો. ત્યારે સવાઈ માનસિંહ એરપોર્ટ પર તૈનાત મેડિકલ ટીમે તેના લક્ષણોના આધારે તેને મંકીપોક્સનો શંકાસ્પદ કેસ ગણ્યો હતો.

    યુવકની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે

    પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. રવિ પ્રકાશ માથુરે જણાવ્યું કે એરપોર્ટ પર અધિકારી દ્વારા કરવામાં આવેલા સ્વાસ્થ્ય તપાસ દરમિયાન તેમના શરીર પર ફોલ્લીઓ જોવા મળી હતી. યુવકને RUHS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેને અછબડા હોવાની પુષ્ટિ થઈ હતી. તેમ છતાં સાવચેતીના પગલા તરીકે તેના લોહીના નમૂનાને મંકીપોક્સના પરીક્ષણ માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ યુવકની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે. ડો.માથુરે કહ્યું કે એરપોર્ટ ઓથોરિટીની મદદથી યુવકની આસપાસ બેઠેલા મુસાફરોને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જો રાજ્યમાં યુવક પોઝિટિવ આવશે તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. જાહેર આરોગ્ય નિર્દેશકે કહ્યું કે દુબઈ મંકીપોક્સથી પ્રભાવિત દેશોમાં નથી.

    બીમારીને લઈને એલર્ટ જાહેર કરીને ગાઈડલાઈન જાહેર કરી

    RUHS હોસ્પિટલના અધિક્ષક ડૉ. અજિત સિંહે જણાવ્યું હતું કે મંકીપોક્સને લઈને હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મંકીપોક્સથી પીડિત દર્દીઓની સારવાર માટે આખો માળ અનામત રાખવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં પણ મેડિકલ વિભાગે આ બીમારીને લઈને એલર્ટ જાહેર કરીને ગાઈડલાઈન જાહેર કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply