જાણો આયુષ્યમાન યોજના કેવી રીતે બની રહી છે આશીર્વાદરૂપ
Live TV
-
ગીરસોમનાથના હિતેશભાઈને મળી વિનામૂલ્યે સારવાર
પ્રધાનમંત્રીની આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગુજરાતનાં 44 લાખ થી વધુ ગરીબ-વંચિત પરિવારનાં 2.25 કરોડ નાગરિકો ને 100 ટકા સરકારી ખર્ચે ઉમદા સારવારનો લાભ મળશે. ત્યારે દુરદર્શનની ટીમે ગીર સોમનાથ જિલ્લાનાં પ્રથમ લાભાર્થી હિતેશભાઈ સેવરાને શોધી તેમની સાથે વાત કરી હતી. હિતેશભાઈ સેવરાએ જણાવ્યુ કે તેમને હાથનાં ભાગમાં રમતી વખતે પડી જવાથી ફ્રેકચર થયું હતું. પરંતુ તેમની પાસે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ હતું એટલે મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં વિના મુલ્યે તેમની સારવાર થઇ શકી.ગુજરાતની સરકારી હોસ્પિટલો ઉપરાંત 1000 થી વધુ ખાનગી હોસ્પિટલોનું જોડાણ આયુષ્માન ભારત યોજના સાથે થયેલું છે. જે પૈકી એક ,,ગીર સોમનાથ જિલ્લા ની અંબુજા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. અત્યાધુનિક સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર સેવા આપી રહ્યા છે. આયુષ્માન ભારત યોજનાના પ્રથમ લાભાર્થી હિતેષભાઇ સેવરાનાં હાથનું અત્યાધુનિક ટેક્નોલોજીથી ઓપરેશન કરનાર ડોક્ટરે આ યોજનાંને આવકારતા જણાવ્યું હતું કે, 'આયુષ્માન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદ રૂપ છે.