જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
Live TV
-
જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ
ભોજનમાંથી જીવાત નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે તૈયાર ખાદ્ય ચીજ વસ્તુઓમાં મળી આવતા જીવ-જતુંઓ માટે તકેદારી રાખવા બાબતે ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ટકોર કરવામાં આવી છે. સાથે જ ગ્રાહક હવે આ બાબતે કોર્પોરેશન કે જીલ્લાની ફુડ વિભાગની ઓફીસે ફરિયાદ કરી શકશે. જે માટે રાજ્ય કક્ષાએ કાર્યરત Food Safety Help Desk નો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત ઇમેઇલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાશે.
જો કોઇ ગ્રાહકને કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે. વધુમાં રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: 18002335500, 14435 તથા મોબાઇલ નબર 9099013116, 9099012166, અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk[dot]fdca[at]gmail[dot]com પર ફરિયાદ નોંધાવી શકાય છે.