દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સહાય ઝડપી બનશે
Live TV
-
દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સહાય ઝડપી બનશે: કેન્દ્ર સરકાર દ્વારા 'ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ' માટે નવા નિયમોનો પ્રસ્તાવ
દેશમાં ઈમરજન્સી મેડિકલ સર્વિસને વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 'સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989'માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ દેશમાં 'ટુ-વ્હીલર રોડ એમ્બ્યુલન્સ' માટે સત્તાવાર નિયમનકારી માળખું તૈયાર કરવાનો છે.
મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
સાંકડા રસ્તાઓ, ભારે ટ્રાફિક, ગ્રામીણ વિસ્તારો, પહાડી પ્રદેશો અને અંતરિયાળ કે દુર્ગમ વિસ્તારોમાં જ્યાં ચાર વ્હીલર એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શક્તિ નથી, ત્યાં આ ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ જીવનરક્ષક સાબિત થશે. આનાથી દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા પહેલા ઈમરજન્સી 'લાસ્ટ-માઇલ' મેડિકલ કેર ઝડપથી પૂરી પાડી શકાશે.
