બોરસદમાં અંજલી હોસ્પિટલ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત
Live TV
-
સાંસદ મિતેષ પટેલ , સચિવ સંદીપકુમાર, કલેક્ટર આર.જી.ગોહિલ,ડીડીઓ સહિતના મહાનુભાવોએ હોસ્પિટલની મુલાકાત લીધી
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોના પોઝિટિવ દર્દીઓને વધુ સારી સગવડ મળી રહે તે માટે રાજ્ય સરકાર , આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર અથાગ પ્રયાસ કરી રહ્યુ છે..ત્યારે આણંદ જિલ્લાના બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને આઇ.સી.યુ.અને સામાન્ય સારવારના બેડ સાથે કોરોના સારવાર માટે પણ કાર્યરત કરવામાં આવી છે.સાંસદ મિતેષભાઈ પટેલ તથા ખાસ ફરજ ઉપરના સચિવ સંદીપ કુમાર, કલેકટર આર.જી.ગોહીલ અને ડી.ડી.ઓ આશિષ કુમારે અંજલી હોસ્પિટલની મુલાકાત લઈ કાર્યરત કરી હતી.જિલ્લામાં કોરોના સંક્રમણની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં ઉભી થનાર સ્થિતિ સામે પર્યાપ્ત આરોગ્ય સુવિધાની વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા અને ભવિષ્યમાં ઉભી થતી સ્થિતિને ધ્યાને રાખીને બોરસદ-તારાપુર રોડ ઉપર આવેલી અંજલી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ આધુનિક અને સગવડ સુવિધા વાળી અંજલી હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા છે જે પૈકી 70 બેડ 02 સુવીધા વાળા છે તે પૈકી 35 બેડ આઇ. સી.યુ. સગવડ વાળા છે. આ પ્રસંગે કલેકટરએ ઉમેર્યું કે, આ ઉપરાંત આણંદમાં આણંદ જનરલ હોસ્પિટલ, વાસદ આરોગ્ય કેન્દ્ર અને પેટલાદ સિવિલ હોસ્પિટલ ખંભાત અને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ પણ પહેલેથી કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. આ પ્રસંગે આણંદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી. છારી અને તાલીમી આઈ.એસ. ઓફિસર સચિનકુમાર અને અંજલિ હોસ્પિટલના ડૉ. પાર્થ, નોડલ ઓફિસર ડૉ. મેંગર તેમજ જિલ્લા આરોગ્ય તંત્રનો મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.