રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણમાં રાજ્યમાં કોરોનાના 185 કેસો સક્રિય
Live TV
-
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હાલ નિયંત્રણમાં છે જો કે કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર દ્વારા 8 મહાનગરોમાં નાઈટ કરફ્યુની અવધી લંબાવવામાં આવી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રાત્રી કરફ્યુની અવધી લંબાવાઈ છે. આ દરમિયાન રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુની અમલવારી થશે. જયારે કોરોના કારણે લાદવામાં આવેલા અન્ય નિયંત્રણોની અમલવારી પણ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. જ્યારે કોરોનાના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં દૈનિક સંક્રમિતોની સંખ્યા 25 પર પહોંચી છે તો 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.આ સાથે સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે તો રાજ્યમાં કોરોનાને કારણે એકપણ વ્યકિતનું મૃત્યુ નથી થયું.રાજ્યમાં દૈનિક કેસોની વિગતે વાત કરીએ તો અમદાવાદમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 4, સુરત અને પોરબંદરમાં 3-3 કેસ, તો ગાંધીનગર- જામનગર , અરવલ્લી, ગીર-સોમનાથમાં 1-1 કેસ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કોરોનાના 185 સક્રિય કેસો છે