રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 46 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 46 કેસ નોંધાયા છે જયારે 33 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 267 થઇ છે. રાજ્યમાં સાજા થવાનો રેટ 99.09 ટકા થયો છે. કોરોના કેસની સંખ્યા વિગતે જોઈએ તો, અમદાવાદમાં 26, વડોદરા કોર્પોરેશનમાં 9, જામનગરમાં 3, સુરતમાં 4 કેસ નોંધાયો છે.
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 67,895 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેશભરના કોરોના કેસની સંખ્યા જોઈએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,041 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 12,14,127 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 10,944 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે.