રોગચાળો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના 200 સફાઈકર્મીઓને જામનગર મોકલવામાં આવ્યા
Live TV
-
સમગ્ર ગુજરાતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે જામનગર પંથકમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ વરસાદથી જામનગરમાં રોગચાળો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના 200 સફાઈકર્મીઓને બે સિટી બસમાં જામનગર મોકલવામાં આવ્યા છે.
જામનગરમાં શહેરની સ્થિતિનો ચિતાર મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી જાતે મોટરસાઈકલ લઈને મોડી રાત્રે શહેરમાં ગયા હતા. તેમણે નિરીક્ષણ કર્યા પછી સફાઈ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં કાદવ-કીચડ, દુર્ગંધ અને રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે એના નિવારણ માટે રાજકોટના સફાઈકર્મીઓ જામનગર પહોંચ્યા છે.