Skip to main content
Settings Settings for Dark

HEAVY RAIN | IndiaOnTheMoon | Mid Day News @ 1.00 PM | Date: 06-09-2019

Live TV

X
Gujarati

1.દ્વારકાના આસોટા ગામમાં એક જ કલાકમાં ખાબક્યો 12થી 13 ઈંચ વરસાદ-ધોધમાર વરસાદને કારણે અનેક વાહનો અને પશુ તણાયા-તો રાજ્યમાં અત્યાર સુધી છેલ્લા 6 વર્ષનો સૌથી વધારે 103.2 ટકા વરસાદ વરસ્યો-સારા વરસાદના પગલે રાજ્યના અનેક જળાશયોમાં જળસ્તર વધ્યા-ખેડૂતોમાં છવાયો આનંદ.

2.રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી પહોંચી 135.75 મીટરે - નર્મદા નદી ભયજનક સપાટીએ-તો મહિસાગરના કડાણા ડેમનું જળસ્તર 416.11 ફુટે પહોંચ્યું-કડાણા ડેમમાં પાણીની આવક વધતા 60 મેગાવોટના 4 પાવર હાઉસ થયા કાર્યરત-જ્યારે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે 85 ટકા પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ.

3.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય-ગિરનાર પર્વત પર 0.2785 હેક્ટર ફોરેસ્ટ લેન્ડ. યાત્રાધામ વિકાસ બોર્ડને આપવાનો સિદ્ધાંતિક નિર્ણય-અંબાજી ટૂક પર યાત્રાળુઓના ધસારાને જોતા જંગલની જમીન લેવાશે ઉપયોગમાં.

4.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા-પોતાના પ્રવાસને ગણાવ્યો રચનાત્મક-રશિયાના સુદુર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભારત આપશે એક અરબ ડૉલરની લોન-ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી જાહેરાત.

5.રશિયન રાષ્ટ્રપતિ પૂતિને કહ્યુ, ભારત વગર પ્રભાવી નથી આંતરરાષ્ટ્રીય સંગઠન-G8 સમૂહની ફરીથી શરૂઆત માટે સભ્ય દેશોએ રશિયામાં સંમેલન આયોજિત કરવા માટે કર્યા આમંત્રિત.

6.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ-સ્વચ્છ ભારત મિશન યાત્રામાં અસાધારણ યોગદાન બદલ પુરસ્કાર કરશે એનાયત.

7.INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને ડબલ ઝટકો-ઈડી તરફથી દાખલ કરાયેલા કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ, જ્યારે CBI તરફથી દાખલ કરાયેલા કેસમાં કોર્ટે 14 દિવસ માટે મોકલ્યા જેલ.

8.માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 7 સાર્વજનિક અને 7 ખાનગી વિશ્વવિદ્યાલયોને ઉત્કૃષ્ઠ સંસ્થાન કર્યા જાહેર-IIT મદ્રાસ અને BHU સાર્વજનિક વિશ્વવિદ્યાલયના લીસ્ટમાં ટોપ પર-જ્યારે ખાનગી ક્ષેત્રમાં અમૃતા વિશ્વવિદ્યાપીઠમ અને વૈલ્લોમ ઈન્સ્ટીટ્યૂટ પણ બેસ્ટ વિશ્વવિદ્યાલય.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply