Skip to main content
Settings Settings for Dark

Heavy rainfall in Mota Assota village of Dwarka district

Live TV

X
Gujarati

Heavy rainfall in Mota Assota village of Dwarka district

 

1. દ્વારકાના આસોટા ગામમાં એક જ કલાકમાં ખાબક્યો ભારે વરસાદ - ધોધમાર વરસાદને કારણે અનેક વાહનો અને પશુ તણાયાં - રાજ્યમાં અત્યાર સુધી છેલ્લા 6 વર્ષનો સૌથી વધારે 103.2 ટકા વરસાદ વરસ્યો - સારા વરસાદના પગલે રાજ્યનાં અનેક જળાશયોમાં જળસ્તર વધ્યાં, ખેડૂતોમાં છવાયો આનંદ.

 

2. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી પહોંચી 135.75 મીટરે - નર્મદા નદી ભયજનક સપાટીએ - તો મહિસાગરના કડાણા ડેમનું જળસ્તર 416.11 ફૂટે પહોંચ્યું - કડાણા ડેમમાં પાણીની આવક વધતાં 60 મેગાવોટના 4 પાવર હાઉસ થયા કાર્યરત - જ્યારે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે 85 ટકા પાણીનો લાઇવ સ્ટૉરેજ ઉપલબ્ધ.

 

3. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સ્ટેટ વાઇલ્ડલાઇફ બૉર્ડની બેઠકમાં લેવાયો મહત્ત્વપૂર્ણ નિર્ણય - ગિરનાર પર્વત પર વન્ય જમીન યાત્રાધામ વિકાસ બૉર્ડને આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય - અંબાજી ટુક પર યાત્રાળુઓના ધસારાને જોતાં જંગલની જમીન લેવાશે ઉપયોગમાં.

 

4. ચંદ્રની સપાટી પર ઉતરીને ભારત ઇતિહાસ રચશે - ગણતરીના કલાકો બાકી - આજે મધ્ય રાત્રિએ 1.30 થી 2.20 વચ્ચે લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શશે - પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ પળને જોવા ખૂબ જ ઉત્સાહિત, આખો દેશ નિહાળે આ ઐતિહાસિક પળ.

 

5.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત -પોતાના પ્રવાસને ગણાવ્યો રચનાત્મક - રશિયાના સુદૂર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભારત આપશે એક અબજ ડૉલરની લોન - ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત.

 

6.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ - સ્વચ્છ ભારત મિશન યાત્રામાં અસાધારણ યોગદાન બદલ પુરસ્કાર કરશે એનાયત.

 

7.માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 7 સાર્વજનિક અને 7 ખાનગી વિશ્વવિદ્યાલયોને ઉત્કૃષ્ઠ સંસ્થાન કર્યા જાહેર - IIT મદ્રાસ અને BHU સાર્વજનિક વિશ્વવિદ્યાલયની સૂચિમાં ટોપ પર - જ્યારે ખાનગી ક્ષેત્રમાં અમૃતા વિશ્વવિદ્યાપીઠમ અને વૈલ્લોમ ઇન્સ્ટિટ્યૂટ પણ શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય. 8.ભારતીય શૅરબજારોમાં તેજીનો સંચાર.બજાર ખુલતાવેંત ઉછળેલા સેન્સેક્સ અને નિફ્ટીએ તેજીની ગતિ જાળવી રાખી.ધાતુ અને ફાર્મા સિવાયનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં લેવાલીનું વાતાવરણ.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply